નમસ્તે, હું જાગૃતિ છું.

આશા રાખું છું કે તમે મારા વિષે સાંભળ્યું હશે! ચાલો મને આજે મારા વિષે તમને ઓળખાણ કરાવવા દો.

હું તમારા સભ્યોમાંથી એક જેવી છું, મારું જીવન પણ તેમના જેવું જ છે, મારે કામ કરવું પડશે, મારા પરિવારની સંભાળ રાખવી પડશે, અને ઘરમાં કામ કરવું પડશે. હું મારા અનુભવોને જણાવવાનું પસંદ કરું છું જેનાથી મારા મિત્રો સાથે વધુ સારું જીવન જીવવામાં મને ફાયદો થયો. મને એવી માહિતી જાણવામાં પણ રસ છે જે મને, મારા કુટુંબ અને આસપાસના લોકોને મદદ કરશે.

હું મારા જેવા લોકો સાથે મિત્રતા બનાવવા માંગું છું જેઓ આજુબાજુની જાણકારીનો ઉપયોગ કરીને તેમના જીવનમાં સુધારણા લાવવાનું કામ કરી રહ્યા છે. હું જણાવું છું તે માહિતીથી મારા ઘણા મિત્રોને ફાયદો થયો છે. હું તમારા સભ્યોની મિત્ર બનવા માંગું છું જેથી હું મારા અનુભવો તેમને જણાવી શકું. મને ખાતરી છે કે તમે તેમની સાથે જોડાવા માટે મને મદદ કરશો.

હું મારા અનુભવો અને માહિતી મારા મિત્રોને પત્રથી જણાવું છું. હું મુસાફરી કરી શકતી નથી અથવા તેમને મળી શકતી નથી, તેથી હું તમને મારા સાથીદાર બનવાની વિનંતી કરું છું અને મારા પત્રોમાંની જાણકારી મારા મિત્રો સુધી પહોંચાડવા માટે મદદ કરવા જણાવું છું

મારા પત્રો મારા તમારા દ્વારા તેમના સુધી પહોંચી શકશે અને તમે મારા માટે ઘણા મહત્વના છો.

શું તમે મને વચન આપો છો કે તમે મારો પત્ર મારા મિત્રો/ તમારા સભ્યોને ભૂલ્યા વિના આપશો?

હું જાણું છું કે તમે તમારી તાલીમમાં મારા પત્રો કેવી રીતે https://www.communications.jagruti-creditaccessgrameen.com/home (લિંક બુકમાર્ક કરો) માં લોગિન કરીને ડાઉનલોડ કરવા તે શીખ્યા છો

કૃપા કરીને મારા પત્રનું લખાણ વાંચવા માટે ઉપરની લિંકનો ઉપયોગ કરો અને મારા મિત્રોને કોઈ શંકા હોય તો તેનું નિરાકરણ કરો. સભ્યોની શંકાઓને સ્પષ્ટ કરવા માટે તમારે કેન્દ્રની બેઠકોમાં ભાગ લેતા પહેલાં પત્ર જાતે વાંચવો પડશે અને માહિતીને સમજવી પડશે.

તેમને મારી ઓળખ આપતો પહેલો પત્ર નીચે છે. કૃપયા આ પત્ર તમારી મિટીંગમાં વાંચો...