મારા મિત્રોને શુભેચ્છાઓ, તમે કેમ છો? આશા છે કે તમે કુશળ હશો!
મિત્રો.
મેં મારું વેકેશન પૂર્ણ કર્યું છે. તે મારા માટે ખૂબ આનંદની વાત છે કે મેં મારો સમય મારા પરિવાર સાથે વિતાવ્યો છે અને તમારી પાસે ફરીથી પાછી આવી છું. જો કે, મને એ બાબતે થોડી નિરાશા થઇ છે કે તમારાથી હું આટલા બધા દિવસો સુધી દૂર રહી હતી.
હવે, હું તમારી સમક્ષ આવવા માટે નવી રીતે તૈયારીઓ કરી રહી છું.
તમને આ બાબત જણાવતા હું ખૂબ જ આનંદ અનુભવી રહી છું.
મુદો એ છે કે હું મારી સ્ત્રી મિત્રોને યુ ટ્યુબ મારફત માહિતી પૂરી પાડી રહી છું. જેથી તેઓ તેમના નવરાશના સમયમાં માહિતી મેળવી શકે છે અને તેમના જીવનમાં તેનો ઉપયોગ કરી શકે છે. હંમેશની જેમ, તમારા સભ્યોને કે જે મારા સ્ત્રી સભ્યો છે તેમને આ માહિતી પહોંચાડવામાં તમારી મદદ ખૂબ મહત્વની છે. આથી, હું માનું છું કે મને તમારા સૌની મદદ મળશે.